Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

નડિયાદ તાલુકાના કેરીયાવીમાં ગુતાલ નજીકથી છુપાવીને લઇ જવાતો દારૂનો 10.86 લાખનો જથ્થો ઝડપાયો

નડિયાદ: તાલુકાના કેરીયાવી તાબે આનંદપુરામાં રહેતો રણજીત ઉર્ફે રંગો રમણભાઈ સોલંકીનો વિદેશી દારૂ એક કન્ટેનરમાં આવવાનો હોવાની માહિતી નડિયાદ રૂરલ પોલીસને મળી હતી. જેથી પોલીસે ને.હા નં પર ગુતાલ નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન આજે વહેલી સવારે સાડા ત્રણ કલાકે એક કન્ટેનર ગાડી નં એચઆર ૬૧ ડી ૮૩૯૮ આવી હતી. હાઈવે પરથી ગાડી ગુતાલ થઈ આનંદપુરા તરફ લઈ જવાતી હતી. તે વખતે પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડી હતી. કન્ટેનરમાંથી રણજીતસિંહ ઉર્ફે રંગો રમણભાઈ સોલંકી (રહે.આનંદપુરા) પકડાઈ ગયો હતો. જ્યારે કન્ટેનરનો ચાલક પોલીસને જોઈ ખાલી સાઈડની બારીમાંથી કુદકો મારી અંધારાનો લાભ લઈ ભાગી છુટ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી અલગ-અલગ માર્કાના ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૧૭૨ પેટી જેમાંથી ૨૦૬૪ નંગ બોટલો મળી આવી હતી. જેની બજાર કિંમત રૂ.૧૦,૮૬,૬૦૦ થાય છે. મહત્વની વાત છે કે દારૂ અન્ય માલસામાનના કાર્ટુન વચ્ચે સંતાડીને લઈ જવાતો હતો. એટલે પોલીસે વિવિધ કંપનીના પ્રોડક્ટના કાર્ટુન નં ૩૫૦ કિંમત રૂ.,૭૫,૦૦૦ ના પણ જપ્ત કર્યાં છે. પોલીસે રૂ.૧૭,૦૦,૦૦૦ ના કન્ટેનર સાથે રૂ.૩૬,૬૧,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ભાગી છુટેલ ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે

(6:37 pm IST)