Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

આણંદ તાલુકાના અડાસમાં અપશબ્દો બોલવા બાબતે ઠપકો આપતા શખ્સનો વળતો હુમલો

આણંદ:તાલુકાના અડાસ ગામે ગત ૨૬મી તારીખના રોજ રાત્રીના સુમારે ચારેક જેટલા શખ્સોને ગાળો નહીં બોલવા બાબતે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા શખ્સોએ ધારીયું, લાકડાનો ડંડા,પાઈપ તેમજ દાતરડાથી હુમલો કરીને જીવલેણ ઈજાઓ પહોંચાડતા અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને ચારેય શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

મળતી વિગતો અનુસાર અડાસ નાની ભાગોળ ખાતે આવેલા નાથા દાજીના ફળિયામાં રહેતા લોકેશકુમાર ઘનશ્યામભાઈ શર્મા ગત ૨૬મી તારીખના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે પત્ની સંગીતાબેન સાથે ફળિયામાં બેઠા હતા ત્યારે બળવંતભાઈ રાવજીભાઈ પરમાર તેમની સામે જોઈને મોટે મોટેથી ગાળો બોલતો હોય લોકેશકુમારે કેમ ગાળો બોલો છો તેમ કહેતા બળવંતભાઈએ તને ગાળો બોલીએ છીએ અને તને મારવાનો છે તેમ જણાવ્યું હતુ જેથી લોકેશકુમારે ગાળો બોલવાની ના પાડતાં બળવંતભાઈ ધારીયું લઈ આવ્યો હતો અને ઘા મારવા જતા લોકેશકુમારે ડાબો હાથ ઊંચો કરી દેતાં અંગુઠા અને આંગણી વચ્ચે ચીરો પડી જવા પામ્યો હતો અને અંગુઠો લબડી જવા પામ્યો હતો

(6:36 pm IST)