Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પેટલાદમાંથી બે બાઈક ચોરોને ચોરીના બાઈક સાથે ઝડપી પાડ્યા

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પેટલાદની કોલેજ ચોકડી પાસે વોચ ગોઠવીને બે રીઢા બાઈક ચોરોને ઝડપી પાડીને બે જેટલી ચોરીઓના ભેદ ઉકેલી નાંખ્યા છે. પકડાયેલા બે પૈકી એક સગીર આરોપી અગાઉ પણ ચાર જેટલી બાઈક ચોરીમાં પકડાયો હોવાનું ખુલવા પામતાં તેને અમદાવાદના બાળ રીમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસ પેટલાદની કોલેજ ચોકડી પાસે વાહનો ચેક કરી રહી હતી ત્યારે એક એવેન્જર બાઈક પર બે શખ્સો આવી ચઢ્યા હતા અને પેટલાદથી ધર્મજ તરફ જવાના રોડ પર વળ્યા હતા. તેમને અટકાવવાનો પ્રયત્ન કરતાં પોલીસના માણસો હોવાનો અણસાર આવી જતાં બન્ને ભાગ્યા હતા જો કે પોલીસે તેમને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા અને પુછપરછ કરતાં એક શખ્સ ૧૭ વર્ષની ઉંમરનો સગીર હોવાનું ખુલવા પામ્યું હતુ જ્યારે પાછળ બેઠેલો શખ્સ પીન્ટુભાઈ કમલેશભાઈ રાણા હોવાનું ખુલવા પામ્યું હતુ

(6:35 pm IST)