Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

મહેસાણામાં વરસાદના કારણે જાહેર માર્ગો પર ભુવા પડતા લોકોને હાલાકી

મહેસાણા:શહેર પ્રતિદિન ભૌગોલિક દ્રષ્ટિએ વિકાસના ડગ માંડી રહ્યું છે. પરંતુ પ્રજાને સુવિધાઓ મળવાને બદલે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ, ચોમાસાની ઋતુ પંથકમાં જામી નથી. સમયાંતરે ઝરમરીયા વરસાદથી લોકોને સંતોષ માનવો પડી રહ્યો છે. તેમછતાંય મહેસાણા શહેરમાં વાહન વ્યવહારથી ધમધમતા રહેતા બી.કે.રોડ, મહેસાણા બાયપાસ રોડ, વિસનગર લીંક રોડ ઓવરબ્રીજ સહિત મોટાભાગના રાજમાર્ગોનું ધોવાણ જોવા મળે છે. અત્યારે બી.કે.રોડ પર ફુવારા નજીક વચ્ચોવચ્ચ મસમોટા ખાડા પડયા છે. વળી, શહેરના બાયપાસ રોડ પર નુગર સર્કલ નજીક પણ રોડનું ધોવાણ થતાં રસ્તો ઉબડખાબડ બન્યો છે. ઉપરાંત જે રસ્તે રોજની ૧૨૦૦થી વધુ એસટીઓ તેમજ ખાનગી વાહનોની અવરજવર રહે છે તેવા મોઢેરા ચોકડી બસપોર્ટના મુખ્ય ગેટની બહાર મસમોટો ભુવો પડી જતાં વાહનચાલકોમાં ભય ફેલાયો છે. રાત્રીના સુમારે અહીં મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

(6:34 pm IST)