Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સુરતમાં સગીરાનું ફેક આઈડી બનાવી અશ્લીલ ફોટા મુકનાર પૂર્વ કલાર્કની ધરપકડ

સુરત:શહેર સાયબર ક્રાઇણ સેલ દ્વારા વિજય દયાલ પરમાર (.. 36રહે. શિવ દર્શન બિલ્ડીંગ,મોહનની ચાલમાતાવાડીવરાછા અને મૂળ કોળીયાકતા. ઘોઘાજિ. ભાવનગર)ને ઝડપી પાડયો છે. વિજય શહેરના વરાછા વિસ્તારની એક શાળામાં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરા સાથે ફેસબુક પર મિત્રતા કેળવી તેની સાથે ફેસબુક મેસેન્જર પર વાત કરી રહ્યો હતો. જેની જાણ સગીરાના પરિવારને થઇ ગઇ હતી. સગીરા સાથે મેસેન્જર પર વાતચીત કરનાર કલાર્ક વિજય વિરૃધ્ધ સગીરાના પરિજનોએ શાળામાં ફરિયાદ કરી હતી. જેથી વિજયને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. જેની અદાવત રાખી વિજયે સગીરાનું ફેસબુક પર ફેક આઇડી બનાવ્યું હતું.

ત્યાર બાદ સગીરાના ફોટો તેની ઉપર અપલોડ કરવા ઉપરાંત બિભત્સ ફોટા અપલોડ કર્યા હતા. જેની જાણ સગીરાના ભાઇને થતા સાયબર ક્રાઇમ સેલમાં અંગે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેૈલન્સની મદદથી તપાસ હાથ ધરી વિજય પરમારની ધરપકડ કરી હતી.

(6:33 pm IST)