Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સુરત: બોગસ દસ્તાવેજના આધારે કાપડના વેપારી પાસેથી વિશ્વાસઘાત કરી 1.07 કરોડની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ગવિયરના રેવન્યુ સર્વે નંબર 74 પૈકી 91-1 વાળી જમીનમાં બોગસ પાવર ઓફ એટર્નીના આધારે રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરાવી રણછોડરત્ન નગરનું આયોજન કરી કાપડ વેપારી પાસેથી પ્લોટ વેચાણ પેટે રૃ.1.07 કરોડ મેળવી લઇ દસ્તાવેજ કે કબ્જો નહીં આપી વિશ્વાસધાત કરનાર જમીન દલાલ સહિત પાંચ વિરૃધ્ધ ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

ભટાર ન્યુ સિવિલ હોસ્પિટલ રોડ સ્થિત યોગીકૃપા સોસાયટીમાં રહેતા અને રીંગરોડની ગોમુ માર્કેટમાં વન્ડર ફેર નામે કાપડનો વ્યવસાય કરતા બાબુલાલ ભવરલાલ જૈન (.. 71) સોન અશ્વીન પટેલ (રહે. લાલ બંગલાઅઠવાલાઇન્સ)નવીનચંદ્ર મફતલાલ શાહ (રહે. અમીઝરા કોમ્પ્લેક્ષ,અઠવાલાઇન્સ)લવજી ભગવાન પટેલ (રહે. સંતોષી નગરકરંજ)હિરેન મનુ પટેલ (રહે. રોયલ પેલેસન્યુ રાંદેર રોડ) અને નરેશ ભીમજી પટેલ (રહે. જાળીયાભાવનગર) વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2005માં ગવિયરના રેવન્યુ સર્વે નંબર 74 પૈકી 91-1 અને 91-2 વાળી જમીનમાં રણછોડરત્ન નગરનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં પાડવામાં આવેલા પ્લોટ પૈકી 11 થી 16 નંબરના પ્લોટ વાળી 10182 ચોરસ વાર જગ્યા કલીયર ટાઇટલ વાળી હોવાનું કહી જમીન દલાલ સોનુ પટેલજેસીંગ સોસાહિરેન પટેલ અને નવીન શાહે કાપડ વ્યાપારી બાબુલાલને બતાવી હતી.

(6:33 pm IST)