Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

વડોદરાના સમા વિસ્તારમાં ટ્રાફિક એરિયામાં ટેમ્પો ચાલકે બાઇકને હડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળેજ મોત

વડોદરા:શહેરના સમા વિસ્તારમાં પુનમનગર પાસે આજે ભારે ટ્રાફિકના માહોલમાં એક ટેમ્પો ચાલકે ટેમ્પો સ્પીડમાં રિવર્સમાં લેતા પાછળ કેટલાક વાહનો અડફેટમાં આવ્યા હતા જે પૈકી એક વૃધ્ધ બાઇક ચાલકનું મોત થયુ હતું. ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઇ હતી જો કે ટેમ્પો ચાલક ટેમ્પો લઇને ફરાર થઇ ગયો હતો. સમા પોલીસે સી.સી.ટીવી કેમેરાઓના ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કર્યો છે કે જેના દ્વારા ટેમ્પો ચાલકને ઝડપી શકાય.

 

બનાવની વિગત એવી છે કે છાણી રોડ પર જકાતનાકા પાસે આવેલ એકતાનગરમાં રહેતા ગણતપભાઇ મોતિભાઇ ચૌહાણ (.૬૮) આજે બપોરે .૪૦ વાગ્યાના અરસામાં પુનમનગરબાપા સિતારામની મઢુલી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. દરમિયાન તેમની આગળ જતા ટેમ્પોએ અચાનક બ્રેક મારી હતી જેના કારણે પાછળ આવતા વાહનો પણ રોકાઇ ગયા હતા જે બાદ ટેમ્પો ચાલકે પાછળના વાહન ચાલકોની પરવાહ કર્યા વગર ટેમ્પો રિવર્સ લીધો હતો જેમાં પાછલ ઉભેલા મોપેડ અને બાઇક ટેમ્પાની અડફેટે આવ્યા હતા જેમાં ગણપતભાઇ મોતીભાઇ ચૌહાણની બાઇક પણ ટેમ્પાની અડફેટે આવી હતી અને ટેમ્પોના વ્હીલ તેના પર ફરી વળ્યા હતા.

(6:32 pm IST)