Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

અમદાવાદના મોટેરામાં બે શખ્સોએ કાપડના વેપારીનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ

અમદાવાદ:મોટેરામાં રહેતા કાપડના વેપારીનું દિલ્હી દરવાજાથી બે શખ્સોએ બાઈક પર અપહરણ કર્યું હતું. વેપારીને નારોલ લઈ જઈને ત્રણ કલાક સુધી ગોંધી રાખ્યો હતો અને કાપડના પૈસા કેમ આપતો નથી કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. શાહપુર પોલીસે અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

મોટેરામાં રત્ન એપાર્ટમેન્ટમાં રહેતા રોનકભાઈ જે.રાઠી(૨૪) કાગઠાપીઠમાં સફલ- માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. ઓગષ્ટના રોજ રોનકભાઈ એક્ટીવા પર દુકાનેથી ઘરે જઈ રહ્યા હતા અને દિલ્હી દરવાજા પાસે સિગ્નલ પર ઉભા હતા.

(6:31 pm IST)