Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

અમદાવાદમાં અકાસ્માતનો વણજાર શરૂ: બેફામ વાહન ચાલકે મહિલાને હડફેટે લીધી: કાર નંબરના આધારે ડ્રાઈવરને ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ

અમદાવાદ: શહેર માં પૂર ઝડપે વાહનો હંકારવાના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે, તેમાંયે ખાસ કરીને  ટ્રાફિકથી ધમધમતા શહેરના કોટ વિસ્તારમાં પણ લોકો બેફામ વાહનો હંકારીને અકસ્માત સર્જી રહ્યા છે, ઘી કાંટા ખાતે રહેતી  મહિલાને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે ટ્રાફિક પોલીસે કાર નંબર આધારે ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.

કેસની વિગત એવી છે કે ઘી કાંટા વિસ્તારમાં મહેદીવાળા ખાંચામાં રહેતા મનોજભાઇ. વી. પંચાલે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, કે તેમના પત્ની  પરાગીની બહેન તા.૨૮  જૂનના રોજ બપોરે ૧૨ વાગે બાળકોને સ્કૂલે લેવા અને શાક માર્કેટથી શાક લઇને આવવાનું કહીને ગયા હતા. દરમિયાન તેઓએ ફરિયાદીને ફોન કરીને પોતાના વાગ્યું હોવાની વાત કરીને  ફોન કટ કરી દીધો હતો, પતિ ઘરે પહોચ્યા ત્યારે કોઇક વ્યક્તિ તેમની પત્નીને પોળના નાક મૂકી ગઇ હતી, પતિએ જઇને જોયું તો તે બેભાન અવસ્થામાં હતા.

(6:31 pm IST)