Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

કરોડોની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલ શખ્સને પોલીસે અમદાવાદના માણેકચોકમાંથી ઝડપી પાડ્યો

અમદાવાદ:ઉત્તરપ્રદેશમાં કરોડોની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલા શખ્સને ખાડીયા પોલીસે માણેકચોકમાંથી ઝડપી લીધો હતો. માણેકચોકમાં સ્ક્રેપની ડીલ કરવા આવેલા શખ્સને ઝડપી લઈને ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

બનાવની વિગત મુજબ ઉત્તરપ્રદેશમાં કરોડોની છેતરપિંડી કરનારો ગિરીશ વર્મા નામનો  શખ્સ માણેકચોકમાં સ્ક્રેપની કરોડોની ડીલ કરવા આવ્યો હોવાની માહિતી ખાડીયા પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે ગિરીશ વર્માને ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ઉત્તરપ્રદેશના અનેક નેતાઓ સાથે ફોટા પડાવેલા છે. ફોટા બતાવીને તે લોકોને સરકારી ટેન્ડરો અપાવવાને બહાને છેતરપિંડી કરતો હતો.

(6:30 pm IST)