Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

વડોદરામાં પુરની પરિસ્‍થિતિ વચ્‍ચે પણ ભકતોની શ્રદ્ધા અડગઃ શ્રાવણના પ્રથમ સોમવારે ભક્‍તોની શિવમંદિરોમાં ભારે ભીડ

વડોદરા: શ્રાવણના પહેલા સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મડે છે. પરંતુ વડોદરામાં આવેલ પુરના કારણે પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ઝાંખી ભીડ જોવા મડી રહી છે. લાલબાગ વિસ્તારમાં આવેલ વર્ષો પૌરાણિક કાશીવિશ્વનાથ મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે સવારથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે પરંતુ વડોદરામાં પુર આવતા ચારેય તરફ પાણી ભરાતા ભક્તો મંદિરમાં નથી જોવા મડી રહ્યા. કારણ કે હજી પણ લોકોના ઘરમાં પાણી છે અથવા તો ગંદકી છે જેને લોકો દુર કરી રહ્યા છે.

શ્રાવણના પ્રથમ સોમવારે જે ભક્તો મુશ્કેલી પાર કરીને દર્શન કરવા આવ્યા છે તેઓ કહે છે કે ભગવાન ભોલેનાથને બીલીપત્ર, જલ, દુધ, શેરડીનો રસ અભિષેક કરી રહ્યા છે. તો એક ભક્ત ખાસ ઓસ્ટ્રેલિયાથી વડોદરા આવ્યા છે તે પણ શ્રાવણના પ્રથમ સોમવારે અચુક ભગવાનના દર્શન કરવા આવ્યા છે. તો મંદિરના મહારાજ પણ પુરના કારણે ભક્તોની ખૂબ ઓછી ભીડ છે તેમ કહી રહ્યા છે.

(4:48 pm IST)