Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

દક્ષિણ ગુજરાતમાં હજુ પ દિવસ વરસાદી માહોલઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: રાજ્યભરમાં લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાને કરી છે એટલે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હાલમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

સાથે આગામી 48 કલાકમાં નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વલસાડ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં મેઘમહેર યથાવત રહેશે તો સાથે વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. વાત કરીએ અમદાવાદની તો દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

સૌરષ્ટ્રમાં મેઘમહેર રહેશે યથાવત

સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ મેઘમહેર યથાવત રહેશે. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું હોવાથી અગામી 48 કલાક બાદ તેની પણ જોવા મળશે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આગામી 5 દિવસ સુધી યથાવત રહેશે. સાથે હાલની સ્થિત જોતા માછીમારોને દરિયો ખેડવા સૂચના પણ અપાઈ છે.

(4:49 pm IST)