Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૧ થી ૮ ઈંચ : ઉત્તર ગુજરાતમાં ઝાપટાથી ૨ ઈંચ - કચ્છ અને અમદાવાદ જિલ્લો કોરા ધાકડ

 વાપી તા.૫: સંઘપ્રદેશના દરકા અને સેલવાસ સહિત ઉ.ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. પરંતુ રાજ્યના અન્ય  વિસ્તારોમાં  મેઘા પણ મુંઝાય છે.

રાજ્યના પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં કેટલાક તાલુકાઓમાં ૧ થી ૮ ઈંચ સુધીના તથા ઉ.ગુજરાતમાં માત્ર ૨ ઈંચ સુધીના જ વરસાદ નોંધાયા છે. જો કે કચ્છ કોરાધાકડ રહેવા પામ્યા છે.

મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના આંકમાં સૌપ્રથમ પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં  અમદાવાદ જીલ્લાના તાલુકા વિસ્તારમાં અમદાવાદ સીટી ૨ મી.મીે. ૮ મીમી ખેડા જીલ્લાના તાલુકાઓમાં ૩ મીમી થી ૫૫ મીમી આણંદ જીલ્લાના તાલુકાઓમાં ૩ મીમી થી ૧૩ મીમી વરસાદ નોંધાયેલો છે.

વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ૭ મીમી થી ૧૪૭ મીમી તો ે છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં ૫૧ મીમી થી ૨૦૧ મીમી પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં ૩ મીમી થી ૫૧ મીમી  તો દાહોદ જીલ્લાના તાલુકાઓમાં ૧૦ મીમી  થી ૬૬ મીમી સુધીના વરસાદ નોંધાયેલ છે.  જ્યારે ઉ.ગુજરાત પંથકમાં સાબરકાઠા જીલ્લાના તાલુકાઓમાં ૪ મીમી થી ૨૯ મીમી તો અરવલ્લી જીલ્લાના તાલુકાઓમાં ૧૪ મીમી  થી ૫૪ મીમી સુધીના મુખ્યત્વે વરસાદ નોંધાયેલ છે. ત્યા કચ્છ કોરાધાકડ રહેવા પામ્યા હતા.

(4:09 pm IST)