Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

કાશ્મીર ભારતનું મુગટ, ભારતનાં સ્વર્ણિમ ઇતિહાસનો મહત્વપૂર્ણ અધ્યાય બનશેઃ વિજયભાઇ રૂપાણી

શ્યામાપ્રસાદ મુખર્જીને એક સાચી શ્રધ્ધાંજલી

ગાંધીનગર તા. પઃ રાજયસભામાં ૩૭૦મી કલમની સમાપ્તીની ગૃહમંત્રી અમિતભાઇ શાહે જાહેરાત કરતા સર્વત્ર ખુશાલી છવાઇ ગઇ છે ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ટ્વિટર કરીને આ નિર્ણયને આવકાર્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવાના ઐતિહાસિક અને સાહસિક નિર્ણય માટે અભિનંદન.

વિજયભાઇ રૂપાણીએ વધુમાં કહ્યુ઼ કે, કાશ્મીર ભારતનું મુગટ છે અને આજનો ઐતિહાસિક દિવસ ભારતનાં સ્વર્ણિમ ઇતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય બનશે. આ નિર્ણય શ્યામાપ્રસાદ મુખરજીને સાચી શ્રદ્ધાંજલી છે.

(2:39 pm IST)