Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

મોડાસાના નવા વસવાડાની મહિલા મેશ્વો નદીના પુરમાં તણાઈ: NDRF દ્વારા સર્ચ ઓપરેશન શરૂ

પશુ ચરાવવા ગયેલી મહિલાપાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ

અરવલ્લી જિલ્લાના મોડાસાના નવા વડવાસા ગામની મહિના મેશ્વો નદીમાં તણાઈ જતા એનડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે પશુ ચરાવવા ગયેલી આ મહિલા મેશ્વો નદીના આ ધસમસતા પાણીમાં તણાઈ હતી નદીમાં આવેલા પૂરના સમયે પસાર થતા વખતે મહિલા તણાઈ હોવાનું અનુમાન છે.

   નવા વડવાસા ગામે ભૂરીબેન ચૌહાણ પોતાના પશુને ચરાવવા માટે ગયા હતા. મહિલા નદીમાં તણાઈ હોવાની જાણ થતાં જ NDRFને જાણ કરવામાં આવી હતી. મહિલા તણાઈ હોવાની જાણ ગ્રામજનોને થતા મેશ્વો નદી કાંઠે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

   NDRFએ તણાયેલી મહિલાનું સર્ચ ઑપરેશન હાથ ધર્યુ હતું. અરવલ્લીમાં ગઈકાલે પણ એક વ્યક્તિઓ ડૂબી હતી.

અરવલ્લીમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના મેઘરજ ૨.૩ ઇંચ,ભિલોડા ૧.૭ ઇંચ,માલપુર ૧ ઇંચ વરસાદ -મોડાસા,ધનસુરા અને બાયડમાં અડધો ઇંચ વરસાદ થયો હતો.

(1:41 pm IST)