Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

અમદાવાદના જોયા લુકાસ શોરુમમાંથી સોનાની બંગડીની ચોરી: CCTVમાં કેદ

ગ્રાહક બનીને આવેલ મહિલાની શોધખોળ

અમદાવાદના એલિસબ્રિજમાં આવેલ જોયા લુકાસ નામના શૉરૂમમાં ગ્રાહક બનીને આવેલ મહિલાએ સોનાની બે બંગડીની ચોરી કરી હતી ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે સીસીટીવીમાં સામે આવ્યા મુજબ એક મહિલા ગ્રાહક બનીને શૉરૂમમાં પ્રવેશ કરે છે અને ખરીદી ના નામે સોના ની 2 બંગડી ની ચોરી કરી ફરાર થઈ જાય છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે

  આ અંગેની વિગત મુજબ એલિસબ્રિજમાં આવેલ જોયા લુકાસ નામના શૉરૂમમાં 2 દિવસ પહેલા એક મહિલા આવે છે. શૉ રૂમમાં ખરીદી કરવી હોય તે રીતે અલગ-અલગ વસ્તુ જોવે છે આ મહિલા સોનાની વસ્તુઓ જોતા જોતા 2 સોનાની બંગડી ચોરી કરી લે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે

આ મામલે એલિસબ્રિજ પીઆઇ  અપૂર્વ પટેલનું કેહવું છે કે ફરિયાદ લીધી છે અને આ મહિલા ચોક્કસ વિસ્તાર માંથી આવી હોવાની માહિતી મળી છે.

જેથી પોલીસને શોધવા આદેશ આપ્યા છે. ત્યારે હાલ તો આ મહિલાને શોધવા પોલીસ કામે લાગી છે

(1:26 pm IST)