Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

નવસારી પાણીમાં ગરકાવ : 6થી 7 હજાર લોકોનું સ્થળાંતર :NDRF ટીમ અને ફાયર જવાનો ખડેપગે

પૂર્ણા નદી ભયજનક સપાટીથી પાંચ ફૂટ ઉપર વહેતા પાણી ઘુસ્યા

નવસારી :દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે ત્યારે પૂર્ણા નદીના પૂરને કારણે નવસારી પાણીમાં ગરકાવ થયું છે  નવસારી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પૂર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે.

   શહેરના શાંતાદેવી રોડ, કાશીવાડી, રિંગ રોડ, રંગુન નગર, વિરાવળ નાકા સહીતના અનેક વિસ્તારો પૂર્ણાના પૂરના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 6-7 હજાર લોકોનું સ્થળાંતર કરી દેવાયુ છે . તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

  શહેરમાં પૂરની સ્થિતિને જોતા NDRF અને ફાયરના જવાનોની કામગીરી સતત ચાલું છે. શહેરમાં પૂર્ણાની સપાટી ઓછી ન થાય ત્યાં સુધી આજ સ્થિતિ રહે તેવી વકી છે.

હાલ પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપર વહી રહી છે. ઉપરવાસ અને જિલ્લામાં થયેલા સતત વરસાદના પગલે પૂરની સ્થિતિ યથાવત રહેશે.

(1:19 pm IST)