Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો :સપાટી 126,12 મીટરે પહોંચી

ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 117758 ક્યુસેક પાણીની આવક

 નર્મદા : ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી હોવાથી સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 126.12 મીટરે પહોંચી છે. આ ચોમાસામાં પહેલી વાર ડેમની સપાટી 126.12 મીટરે પહોંચી છે. જો ડેમ પર દરવાજા ન હોત તો આ સપાટી મુજબ ડેમ 4 મીટરથી ઓવરફ્લો થયો હોત.


ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 117758 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ખેડૂતો માટે ડેમમાં 5000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1760 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. 10 કલાક માં ડેમ માં 15 સેમી નો વધારો ડેમ ના દરવાજા ન હોત તો હાલ ડેમ 4 મીટર થી ઓવરફ્લો થયો હોત.

(1:04 pm IST)