Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

વડોદરામાં થાળે પડતું જનજીવન:શાળા -કોલેજો ફરીથી શરૂ પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી : રીક્ષાઓ દોડતી

પુરનાં પાણી ઓસર્યા અને વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થતા લોકોને હાશકારો

વડોદરામાં ભારે વરસાદ બાદ સમગ્ર શહેર જળબંબોળ થયું હતું ત્યારે હવે પૂરના પાણી ઓસરતાં અને વિશ્વામિત્રીની સપાટીમાં ઘટાડો થતા જનજીવન થાળે પડવા લાગ્યું છે ભારે વરસાદની સાથે જ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ હતી હવે નદીની સપાટી ઓછી થતાં સોમવારથી સ્કૂલો અને કોલેજો શરૂ કરાઈ છે જોકે પહેલા દિવસે શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓની હાજર પાંખી જોવા મળી હતી.      

   આજથી શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.ભારે પૂર બાદ બહારગામના વિદ્યાર્થીઓ પોતાના વતન ચાલ્યા ગયા હતા, તેમજ હાલ વરસાદની સિઝન ચાલુ હોવાથી વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલ જતા રોકતા પ્રથમ દિવસે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.

  શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી રીક્ષા સેવાને ખાસ અસર પહોંચી હતી. જેના કારણે રોજિંદા આવક પર જીવન નિર્વાહ કરતા રીક્ષા ચાલકો આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. હવે શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પાણી ઓસરી જતા વાહન વ્યવહાર શરૂ થઇ ગયો છે. બીજી તરફ રીક્ષા સેવા શરૂ થતાં લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે

(1:03 pm IST)