Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

દાહોદમાં ફટાકડાંવાળા મકાનમાં આગ ભભુકતા ભાગદોડ :હજારો રૂપિયાનો સામાન બળીને ખાક

દુકાનના ફટાકડા ફાયર સેફટી વગર રહેણાક મકાનમાં રાખ્યા હતા

દાહોદ: શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલી ચંદન ચાલના રહેણાક મકાનમાં દુકાનમાં વેચવા માટે રાખી મુકેલા ફટાકડા વાલા મકાનમાં ઉપરના ભાગે અચાનક આગ લાગી ઉઠતા મકાનમાં રાખી મુકેલા ફટાકડાનો અવાજ આવતા અને આખે આખો વિસ્તાર ધુમાડામાં ગરકાવ થતા વિસ્તારમાં ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા.

વિસ્તારના લોકોએ દાહોદ ફાયર ફાયટરને જાણ કરાતા ફાયરના જવાનોએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવયો હતો.

 આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાની ના થવા પામતા તંત્રે હાશકારો અનુભવયો હતો. તેમજ દુકાનના ફટાકડા ફાયર સેફટી વગર રહેણાક મકાનમાં મુકી રાખતા અને ફાયર સેફટી ના હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવવો ફાયરના જવાનોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. તેથી જ તંત્ર હવે આવા દુકાનદારો ઉપર શુ કાર્યવાહી કરે છે તે જોવુ રહયું

(1:03 pm IST)