Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

આર્ટિકલ-370 : ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન પૂરું કર્યું;પ્રદીપસિંહ જાડેજા

કાશ્મીર મુદ્દે કેન્દ્રના નિર્ણંયને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધાવ્યું

અમદાવાદ ;રાજ્યસભામાં ગૃહમંત્રી અમિતભાઇ શાહે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો સાથે જ જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ પણ રજૂ કર્યો છે. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત્ર પ્રદેશ બની ગયો છે. સાથે લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. આર્ટિકલ 370 હટતાં જમ્મુ-કાશ્મીર હવે રાજ્ય નહીં રહે. જમ્મુ-કાશ્મીર ધારાસભ્યોવાળું કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. બીજી તરફ, લદાખને ધારાસભ્યો વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવશે. સદનમાંથી આ જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં ઊજવણીનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે આ નિર્ણયને આવકાર્યો હતો જ્યારે ગૃહ મંત્રી પ્રદિપસિંહે જણાવ્યું હતું કે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન નિભાવ્યું.છે

 

પ્રદિપ સિંહે જણાવ્યું, “ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં જે જાહેરાત કરી હતી તેને દેશના ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં રજૂ કરી અને સૌના સ્વપ્નને પુરૂ કર્યુ છે. આર્ટિકલ 370 અને 35-Aને નાબૂદ કરવાનો જે સંકલ્પ પ્રસ્તૂત કરાયો છે તે દેશના અનેક લોકોની અપેક્ષા પુરી કરવા સમાન છે.

(12:59 pm IST)