Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

વડોદરાના ડીએમસી પંકજ ઓંધીયા ટીમની કામગીરીની જાહેર નોંધ લેવાઇ

રાજકોટઃ વડોદરામાં આભ ફાટતા જે પરિસ્થિતિ સર્જાઇ તે પરિસ્થિતિમાં વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર પંકજભાઇ ઓંધીયા અને તેઓની ટીમે જે રીતે ફરજ બજાવી અને બાળકીઓને જે રીતે હેમખેમ ઉગારી લીધી તે માટે પંકજ ઓંધીયાની એક પત્ર પાઠવી જીસીસ એન્ડ મેરીના દિપ શર્માએ આભારની લાગણી વ્યકત કરી મ્હોંફાટ પ્રશંસા કરી છે.

વડોદરાના ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નરે સ્કુલમાં ફસાયેલી એ બાળકીઓને ઉગારવા આખુ ઓપરેશન જે રીતે પાર પાડયું અને બાળકીઓના જીવ બચાવ્યા તેનાથી સ્કુલ સંચાલકો સાથે એ બાળાઓના પરીવારે પણ આભારની લાગણી વ્યકત કરી હતી. પત્રમાં મ્યુનિસીપલ કોર્પોરેશનના સ્ટાફની સાથોસાથ વડોદરાના ગોત્રી પોલીસ મથકના વિશાલભાઇ અને કિશોરભાઇ અને ટીમે બજાવેલી ફરજની પણ નોંધ લીધી છે.  એડીશ્નલ કલેકટર કક્ષાના પંકજભાઇ ઓંધીયા મૂળ રાજકોટના વતની છે. તેઓએ ભુતકાળમાં પણ આફત સમયે દુરંદેશીથી લીધેલા પગલાઓને વિવિધ સરકારી વિભાગોમાં આજે પણ યાદ કરાઇ છે.

(12:55 pm IST)