Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

પાલનપુરઃ ડૂબતા પુત્રને બચાવવા માતાએ ઝંપલાવ્યું: બંનેના મોત

બનાસકાંઠાઃ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના સાસમ ગામમાં બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડ્યો હતો. માતા બાળકને બચાવવા પાણીમાં પડી હતી. જેના કારણે બંને જણા ડૂબી જતાં મોત નીપજયું છે. ઘટનાની જાણ થતાં ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, મૃતક મહિલાના પિયર પક્ષનો આક્ષેપ છે કે મહિલાની હત્યા કરાઇ છે.

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના સાસમ ગામમાં બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડ્યો હતો. જેને જોઇ જતાં માતા તેને બચાવવા જતાં પાણીના ટાંકામાં પડી હતી.જોકે, પાણીમાં ડૂબી જવાથી માતા પુત્રનું મોત થયું હતું. આ અંગે પરિવારને જાણ થતાં બંનને બહાર કાઢ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કામગીરી હાથધરી હતી. જોકે, મૃતક મહિલાના પિયર પક્ષ આક્ષેપ કરી રહ્યા છે કે મહિલાની હત્યા કરવામાં આવી છે.

(12:10 pm IST)