Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ભારે વરસાદ અને ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડાતા અનેક ગામોમાં જળબંબાકાર... છેલ્લા ૨૪ કલાકમાં

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી તબાહીઃ ઉમરપાડામાં ૨૪ ઈંચ

માંગરોળ ૧૮, કપરાડા ૧૫ સહિત અનેક વિસ્તારોમાં ૧૦ ઈંચથી વધુ વરસાદઃ સેંકડો ગામો સંપર્ક વિહોણાઃ મધુવન ડેમમાંથી ૧ લાખ કયુસેક પાણી છોડાતા નદી કાંઠે ભારે પૂરઃ ઔદ્યોગીક એકમોમાં પાણી ફરી વળતા જંગી આર્થિક નુકશાનઃ ઉકાઈ ડેમની સપાટી ૩૧૬ ફૂટ નજીક

વાપી, તા. ૫ :. પવિત્ર શ્રાવણ માસમાં મેઘરાજાનો અષાઢી મિજાજ જણાય છે. છેલ્લા ચારેક દિવસથી સંઘ પ્રદેશના દમણ અને સેલવાસ સહિત દ. ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં તબાહી અને તારાજી સર્જાયેલ છે.

વાપી, કપરાડા, વલસાડ, પારડી તેમજ ડાંગ પંથકમાં ભારેથી અતિભારે વરસાદને પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા ભારે હાલાકી ઉભી થવા પામી છે.

એકબાજુ ભારે વરસાદ તો બીજી બાજુ ઉપરવાસના ભારે પાણીની આવકને પગલે નદી નાળાઓ - કોતરો અને જળાશયોની જળ સપાટીઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધી પ્રજાજનો મેઘરાજાને પધારવાનો પોકાર કરી રહ્યા હતા.

પરંતુ હવે મેઘરાજાને કહેવુ પડે છે કે મેઘરાજા થોડા ખમૈયા કરો.. વહીવટી તંત્રને પહેલા પીવાના પાણીની જેમ જ ખેતીના પાક માટે પાણીની ચિંતા હતી, પરંતુ હવે સ્થિતિને થાળે પાડવાની સમસ્યા આવી પડી છે.

દ. ગુજરાતના છેવાડાના દમણ ગંગા નદીના મધુબન ડેમની સપાટીમાં વધારાને પગલે અહીંથી સતત પાણી છોડવાની વહીવટી તંત્રને ફરજ પડી રહી છે. આજે સવારે ૮ કલાકે મધુબન ડેમની જળસપાટી ૭૨.૮૦ મીટરે પહોંચી છે.

ડેમમાં ૧,૪૯,૧૭૧ કયુસેક પાણીના ઈનફલો સામે ૯૧,૬૩૨ કયુસેક પાણી છોડાઈ રહ્યુ છે. જેને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. વલસાડ જીલ્લા કલેકટર શ્રી ખરસાણ સતત ખડેપગે સ્થિતિનો કયાસ કાઢી જરૂરી પગલાઓ હાથ ધરી રહ્યા છે.

જયારે દ. ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે સતત વધીને ૩૧૫.૮૦ ફુટે પહોંચી છે ડેમમાં ૧,૩૧,૦૬૩ કયુસેક પાણી ઈનફલો થઈ રહ્યુ છે.

મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી મોટી માત્રામાં છોડાતા પાણીને પગલે હજુ ઉકાઈ ડેમની સપાટી સતત વધી રહી છે.

આજે સવારે ૮ કલાકે સુરતના કોઝવેની જળસપાટી ૮.૫૯ મીટરે પહોંચી છે હજુ પણ ભયજનક સપણથી ઉપર જ વહેતા કોમર્ષ બંધ કરાયો છે.

સામાન્ય રીતે  શ્રાવણ માસમાં મેઘરાજા સરવડા જ વહાવતા હોય છે પરંતુ સ્વ.સિમનમાં જામે અષાઢ માસની કસર બાકી રહી ગઇ હોય તેમ મેઘરાજા  શ્રાવણ માસમાં પણ મન મુકીને વરસી રહ્યા છે.

સુરત જીલ્લાના ઉમરપાડામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ ઇંચ શનિવારે તો માંગરોળમાં ૧૮ ઇંચ અને ગુજરાતના ચેરાપુજા સમાન કપરાડામાં વધુ ૧૫ ઇંચ નોંધાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

જીલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહે છે. અનેક કોઝવે પાઠતમાં ગરક છે. વાહન વ્યહારને પણ અસર થવા પામી છે.

આમ છતાં સાપુતારા પંથકમાં વરસાનો આવો લ્હાવો લેવા સહેલાનીઓ સાપુતારા પંથકમાં ઉમટી પડ્યા છે.

કટ્રોલ પાસેથી મળલી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દ.ગુજરાત પંથકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં આમોદ ૫૪ મીમી, અકંલેશ્વર ૧૩૦ મીમી, ભરૂચ ૯૮ મીમી, હાંસોટ ૩૫૧ મીમી, નેત્રંગ ૧૪૩ મીમી, વાગરા ૪૨ મીમી, અને વાલિયા ૨૦૩ મીમી, નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડેડિયાભાડા ૩૧૮ મીમી ગરૂડેશ્વર ૮૫ મીમી. નાંહોદ ૧૪૯ મીમી, સાગબારા ૧૨૬ મીમી, અને તિલકવાડા ૧૦૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

તાપી જીલ્લાના તાલુકાઓમાં નિઝર ૮૩ મીમી, સોનગઢ ૧૮૫ મીમી, ઉચ્છલ ૧૭૯ મીમી, વાલોળ પપ મીમી, ડોલવલ ૪૯ મીમી અને કુકરમુહા ૭૩ મીમી વરસાદ નોંધાયેલ છે. સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૬૫ મીમી ચોર્યાસી ૪૧ મીમી, કામરેજ ૧૦૨ મીમી, મહુવા ૪૪ મીમી, માડવી ૨૦૨ મીમી, માંગરોળ ૪૧૫ મીમી, ઓલપાડ ૧૧૨ મીમી, પલસાલા ૪૧ મીમી, સુરત સીટી ૫૯ મીમી, અને ઉમરપાડા ૫૮૭ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકા ઓમાં ચીખલી ૨૪મીમી, ગકાદેવી ૩૦મીમી, જલાલપોહ ૬૬ મીમી, ખોગામ ૭૯ મીમી, નવસારી ૩૦મીમી અને વાસદા ૪૫ મીમી, વરસાદ નોંધાયેલ છે.

વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૧૧૫ મીમી, કપરાડા ૩૬૩ મીમી, પારડી ૯૫ મીમી, કમરગામ ૪૬ મીમી, વલસાડ ૪૩ મીમી અને વાપી ૧૫૧ મીમી, ડાંગ ડીલ્લાના તાલુકાઓમાં આહવા ૯૬ મીમી, સુબીર ૧૮૬ મીમી, અને વધઇ ૧૦૦ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

આમ છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૩૦ જીલ્લાના ૧૭૦ તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે.

(12:10 pm IST)