Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ગુજરાતને જોડતો રેલ વ્યવહાર ઠપ્પઃ લાંબા અંતરની મોટાભાગની ટ્રેન રદ્દ

અમદાવાદથી પસાર થતી ૧૩ ટ્રેનો રદ્દ કરવામાં આવી, તથા લાંબા અંતરની ૧૯ ટ્રેનો રદ્દ કરવામાં આવી છેઃ તો ૭ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરીને ડાયવર્ટ કરવામાં આવ્યા

અમદાવાદ, તા.પઃ રાજયમાં છેલ્લા ૨૪ કલાકથી દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અહીં મોટાભાગના નદી-નાળા છલકાઇ ગયા છે. તો અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યો છે. તો ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. જેમાં મુંબઈ-જયપુર એકસપ્રેસ, બાંદ્રા-ભુજ એકસપ્રેસ, જામનગર-બાંદ્રા એકસપ્રેસ સહિત લાંબા અંતરની ૧૯ ટ્રેન રદ્દ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે છેલ્લા ૨૪ કલાકથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઇ ગયા છે. તો રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદને કારણે ગુજરાતને જોડતો રેલ વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. મુંબઇ તરફથી આવતી મોટાભાગની ટ્રેનો રદ્દ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણએ અમદાવાદથી પસાર થતી ૧૩ ટ્રેનો રદ્દ કરવામાં આવી, તથા લાંબા અંતરની ૧૯ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તો ૭ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરીને ડાયવર્ટ કરવામાં આવી છે.

અમદાવાદ - કોલ્હાપુર એકસપ્રેસ રદ્દ, અમદાવાદ- બાંદ્રા લોકશકિત એકસપ્રેસ રદ્દ, અમદાવાદ - બાંદ્રા ગુજરાત મેલ રદ્દ, બાંદ્રા - જોધપુર સુર્યનગરી એકસપ્રેસ રદ્દ બાંદ્રા - ભુજ એકસપ્રેસ રદ્દ, બાંદ્રા - ઉદેપુર એકસપ્રેસ રદ્દ, અમદાવાદ મુંબઈ વચ્ચેની ૨૬ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. પોરબંદર -બાંદ્રા એકસપ્રેસ રદ્દ. બાંદ્રા જામનગર એકસપ્રેસ રદ્દ. મુંબઈ-અમદાવાદ એકસપ્રેસ રદ્દ, દાદર-ભુજ એકસપ્રેસ રદ્દ, બાંદ્રા-બિકાનેર એકસપ્રેસ રદ્દ, મુંબઈ-ઇન્દોર એકસપ્રેસ રદ્દ, મુંબઈ-જયપુર એકસપ્રેસ રદ્દ, બાંદ્રા-અમદાવાદ એકસપ્રેસ રદ્દ, મુંબઇ-ઓખા એકસપ્રેસ રદ્દ, મુંબઇ-રાજકોટ એકસપ્રેસ રદ્દ, બાંદ્ર- ભાવનગર એકસપ્રેસ રદ્દ, મુંબઈ-અમદાવાદ એકસપ્રેસ રદ્દ, મુંબઈ-વડોદરા એકસપ્રેસ રદ્દ, મુંબઈ- પોરબંદર એકસપ્રેસ, અમદાવાદ-કોલ્હાપુર એકસપ્રેસ રદ્દ, અમદાવાદ-મુંબઈ એકસપ્રેસ રદ્દ, રાજકોટ-મુંબઈ એકસપ્રેસ રદ્દ, ભાવનગર-બાંદ્રા એકસપ્રેસ, બાંદ્રા-જોધપુર એકસપ્રેસ રદ્દ, બાંદ્રા ભુજ એકસપ્રેસ રદ્દ, બાંદ્રા-ઉદયપુર એકસપ્રેસ રદ્દ.

(9:54 am IST)