Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

રાજ્યસભા ચૂંટણીનો વિવાદ:એસ,જયશંકર અને જુગલજી ઠાકોર સામે હાઇકોર્ટમાં પિટિશન :અલગ- અલગ મતદાનનો મુદ્દો ઉઠાવ્યો

અમદાવાદ : 2019 રાજ્યસભા ચૂંટણીના વિવાદ મામલે ભાજપના જીતેલા ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોર સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરાઈ છે જેમાં રાજ્યસભા ચૂંટણી અલગ અલગ મતદાનનો મુદ્દો ઉઠાવાયોછે . 

અલગ અલગ ચૂંટણી યોજવાનો ચૂંટણીપંચના અધિકાર નહીં હોવાની રજૂઆત કરાઈ છે 

મતોના વિભાજન કરી એક પક્ષને જ બહુમતી મળે તે માટે અલગ ચૂંટણીઓ યોજાઈ હોવાનો પણ  આક્ષેપ કરાયો કછે રાજ્યસભાની યોજાયેલી ચૂંટણી રદ કરી નવેસરથી એક જ બેલેટથી ચૂંટણી યોજવા માટે  માગણી કરાઈ છે

(7:39 pm IST)