Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

વ્યારાની સ્થિતિ વણસી :12 કલાકમાં વધુ છ ઇંચ ખાબક્યો અનેક સોસાયટીઓમાં પાણી ઘુસ્યા :15 લોકોને રેસ્ક્યુ કરાયા

તાપી જિલ્લામાં સોનગઢ ,ઉચ્છલ અને વ્યારામાં સૌથી વધુ વરસાદ

તાપી જિલ્લામાં મોસમનો 75 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. જેને પગલે જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. સોનગઢ ,ઉચ્છલ અને વ્યારામાં સૌથી વધુ વરસાદ વરસી ગયો છે. વ્યારામાં બાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ વરસતા વ્યારા નગરની પરિસ્થિતિ વણસી છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વ્યારાના બાયપાસ હાઇવે પર આવેલા રોડ રસ્તા અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પાણીમાં ફસાયેલા 15 જેટલા લોકોને બચાવામાં આવ્યા હતા.

(8:43 am IST)