Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું : રાત્રે 8 વાગ્યા સુધીમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો :જળબંબોળ

નીચાળવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા ;અનેક ઘરોમાં પાણી ઘુસ્યા

સુરતના ઉમરપાડામાં આભ ફાટયા જેવી સ્થિતી સર્જાઈ છે સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો  ભારે વરસાદના પગલે ઉમરપાડામાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે નીચાળવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે ભારે વરસાદના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.

  સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હવે કહેર વર્તાવાનું શરૂ કર્યુ છે.શહેરની ખાડીઓ ઓવરફલો થઇ છે. ખાડીઓના પાણી લોકોના ઘરોમાં પ્રવેશ્યા છે. લીંબાયતના કમરુંનગર, પર્વતગામ તેમજ ગીતાનગર સોસાયટીમાં ખાડીના પાણી પ્રવેશ્યા છે. પર્વતગામ નજીક આવેલ મનપા આવાસમાં પાણી ભરાતા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરાયુ છે. ખાડીના પાણીથી પ્રભાવિત વિસ્તારોમાં ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રખાઇ છે. ગીતા નગર સોસાયટી નજીક આવેલ આશુતોષ હોસ્પિટલ બહાર પાણી ભરાતા ફાયર દ્વારા દર્દીઓને રેસ્કયૂ કરીને સલામત સ્થળે ખસેડાયા છે.

(11:31 pm IST)