Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

રાજ્યમાં 10 કલાકમાં 129 તાલુકામાં વરસાદ પડ્યો :કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ ખાબક્યો

ઉમરપાડામાં 8.75 ઈંચ,કવાંટમાં 7 ઈંચ સોનગઢ અને માંડવીમાં 5.5 ઈંચ વરસાદ

અમદાવાદ : રાજ્યમાં 10 કલાકમાં 129 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં પડ્યો હતો. કપરાડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો.દક્ષિણ સાથે મધ્ય ગુજરાતમાં મેઘરાજા વરસ્યા છે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જોકે . સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો હતો.

 

 સૌથી વધુ વલસાડના કપરાડામાં 10 ઈંચ વરસાદ વરસ્યો હતો.ઉમરપાડામાં 8.75 ઈંચ, અને છોટા ઉદેપુરના કવાંટમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સોનગઢ અને માંડવીમાં 5.5 ઈંચ વરસાદ પડ્યો હતો. વાપી અને ઉછ્છલમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો ડભોઈમાં 4.50 ઈંચ અને વ્યારામાં 4.50 ઈંચ વરસાદ થયો હતો....

(10:43 pm IST)