Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

નવસારીમાં બચાવ કામગીરીમાં ગયેલી NDRF ટીમ જ પાણીમાં ફસાઈ:રેસ્ક્યૂ કરવા જરૂર પડી

પાણીના ધસમસતાં પ્રવાહ વચ્ચે એનડીઆરએફની ટીમ જ ફસાઈ ગઈ

દક્ષિણ ગુજરાતમાં અનેક ગામો બેટોમાં ફેરવાયા છે.ધોધમાર વરસાદની સૌથી વધુ અસર નવસારી અને વલસાડ જિલ્લામાં જોવાઈ છે. નવસારીમાં અનેક ગામો પાણીમાં ડૂબી ગયા છે. જેમને રેસ્ક્યૂ કરવા માટે એનડીઆરએફની ટીમ ખડેપગે છે. એક ગામમાં રેસ્ક્યૂ કરવા માટે ગયેલી એનડીઆરએફની ટીમને પોતે રેસ્ક્યૂ માટે મદદ માગવી પડી હતી.

  નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાંગરી ગામે વરસાદી પાણીમાં પાંચ લોકો ફસાયા હતા. જેમને બચાવવા માટે એનડીઆરએફની ટીમ ગામમાં પહોંચી હતી. પણ અહીં ગામમાં પાણીના ધસમસતાં પ્રવાહ વચ્ચે એનડીઆરએફની ટીમ જ ફસાઈ ગઈ હતી. આમ રેસ્ક્યૂ કરવા માટે પહોંચેલી એનડીઆરએફની ટીમને રેસ્ક્યૂ માટેની જરૂર પડી હતી.

 

(10:40 pm IST)