Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

રાજ્યભરમાં સિઝનનો ૫૮ ટકાથી વધુ વરસાદ

અનેક પંથકો પાણીમાં ગરકાવ

અમદાવાદ, તા. ૪ : રાજ્યમાં હવે માત્ર ૧૪ તાલુકાઓમાં ૧૨૫ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે. સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ ૫૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. શનિવારે સવારથી જ સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સુરતના માંગરોળ અને ઓલપાડમાં ભારે વરસાદથી પાણી ભરાવાની સ્થિતિ હતી.

        જે કિમ નદીમાં પાણી વહી જતા હવે સામાન્ય થઇ છે. મધ્ય ગુજરાતના ખંભાત તાલુકામાં ૧૬ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજયના અનેક પંથકો પાણીમાં ગરકાવ બન્યા છે, તો અનેક ગામો બેટમાં ફેરવાયા છે અને સંપર્કવિહોણાં બન્યા છે.

(9:27 pm IST)