Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

અમદાવાદમાં ટ્રાફિક મુદ્દે સપાટો બોલાવનારા IPS અને IAS અધિકારીને દિલ્હી મોકલવાનો ગોઠવાયો તખ્તો !!

પોલીસ કમિશનર એ.કે. સિંઘ અને મ્યુનિસિપાલ કમિશનર વિજય નેહરાને હવે દિલ્હી ડેપ્યુટેશન પર મોકલાશે

અમદાવાદમાં ટ્રાફિક, પાર્કિંગ અને ગેરકાયદે બાંધકામ અંગે ઝુંબેશ ઉપાડનાર પોલીસ કમિશનર એ.કે. સિંઘ અને મ્યુનિસિપાલ કમિશનર વિજય નેહરાને હવે દિલ્હી મોકલવા માટેનો તખ્તો ગોઠવામાં આવી રહ્યાના અહેવાલ  મળે છે આ બંને કમિશનરો કોઈના પણ દબાણને વશ ન થતાં હોવાથી કેટલાંક રાજકારણીઓ અને મોટા માથાંઓનાં પેટમાં તેલ રેડાયું છે. જેથી બન્નેને હટાવવા માટે દિલ્હી ડેપ્યુટેશન પર મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે. 

    અમદાવાદમાં ટ્રાફિક, પાર્કિંગ અને ગેરકાયદે બાંધકામ મુદ્દે શરૂ થયેલી ઝુંબેશના પહેલા જ દિવસે પોલીસ કમિશનર એ.કે. સિંઘ અને મ્યુનિસિપાલ કમિશનર વિજય નહેરાએ કહી દીઘું હતું કે, હવે આ કાર્યવાહી કોઇપણ હિસાબે રોકવામાં નહીં આવે. તેમ છતાં આ બન્ને કમિશનરોની વાતને લોકોએ બહુ જ સામાન્ય લીધી હતી, પરંતુ દિવસો જતાં હવે આ બન્ને કમિશનરો કોઈને પણ તાબે ન થતાં બન્નેને હટાવવા મથામણ શરૂ કરી દેવામાં આવી છે. 

   વિજય નહેરાનું નામ દિલ્હી જોઇન્ટ સેક્રેટરીની એમપેનલમેન્ટમાં મૂકવામાં આવ્યું છે. જ્યારે એ.કે.સિંઘે ડેપ્યુટેશન ઉપર દિલ્હી જવા એક માસ અગાઉ માંગણી કરી છે. જને ધ્યાનમાં રાખી એ.કે.સિંઘને 15 ઓગસ્ટ સુધીમાં દિલ્હી મોકલી દેવાય તેવી પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

   મહત્ત્વની વાત એ છે કે ટ્રાફિક, પાર્કિંગ, ગેરકાયદે બાંધકામ બાબતે થતી હેરાનગતિના મામલે જે કોર્ટમાં કેસ ચાલતો હતો તે કોર્ટના જસ્ટીસ એમ.આર.શાહની પટના હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક કરી દેવામાં આવી છે. એમ.આર.શાહની કોર્ટમાં આ કેસ આવતાની સાથે જ તેમણે અમદાવાદ પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

(10:17 pm IST)