Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

મહેમદાવાદ રાસ્કા ચેકપોસ્ટ નજીક કેનાલમાં ત્રણ યુવાનો ડૂબ્યા :બે યુવકોના મોત : એકની શોધખોળ

ગાંધીનગરના દેહગામ બાદ ખેડાના મહેમદાવાદ રાસ્કા ચેકપોસ્ટ નજીક કેનાલમાં ત્રણ યુવાનો ડૂબી જવાની ઘટના બની છે  આ અંગે મળતી વિગત મુજબ રાસ્કા  ચેક પોસ્ટ પાસેથી પસાર થતી કેનાલમાં 6 યુવકો ન્હાવા પડયા હતા. જેમાં ત્રણ યુવકો ડૂબ્યા હતા. આ યુવકોને તાત્કાલીક બચાવાનો પ્રયાસ કરાયો. પરંતુ 2 યુવકોના મૃતદેહ જ બહાર આવ્યા હતા. હજુ પણ એક યુવકની શોધખોળ ચાલુ છે

(9:32 pm IST)