Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

વડગામ તાલુકાના છેવાડાના ગામે બે નગરીને જોડતો રસ્તો બંધ કરી દેવામાં આવતા લોકોમાં રોષ

વડગામ:તાલુકાના છેવાડે આવેલ નવી નગરી અને જૂની નગરી ગામને જોડતો વર્ષો જૂનો માર્ગ બે વ્યક્તિ દ્રારા કોઈ કારણસર એકા એક બંધ કરી દેવામાં આવતા બન્ને ગામના પશુપાલકો અને ખેડુતો મુશ્કેલી માં મુકાયા છે. આ જાહેર માર્ગને ખુલ્લો કરાવવા ગ્રામજનો દ્રારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

વડગામ તાલુકાના નવી નગરીથી જૂની નગરી વચ્ચે વર્ષો જુના કાયદેસરનો રસ્તો સર્વે નંબર ૨૦૪ અને ૫૧ વચ્ચે આવેલ છ.ે જે રસ્તા પર શુક્રવારે બે ઈસમોએ કાયદો હાથમાં લઇ તેમજ શનિવાર અને રવિવારની રજાનો લાભ ઉઠાવી જેસીબીથી પાળો કરી કાયદેસરનો રસ્તો બંધ કરી દેતા આ માર્ગે પસાર થતા પશુપાલકો અને ખેડૂતોને ખેતરમાં જવાનો માર્ગ બંધ થઈ જતા આ લોકો મુશ્કેેલી માં મુકાઇ જવા પામ્યા છ.ે જેને લઈ ગ્રામજનો દ્રારા તાત્કાલિક ધોરણે બંધ કરાયેલ માર્ગને પુનઃ શરૃ કરવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં તેમની માંગ સંતોષવામાં નહિ આવે તો ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 

(6:51 pm IST)