Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ખેડા શહેરમાં સવા કરોડની લોન આપવાના બહાને પૈસા પડાવી લેનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ : ખેડા શહેરના એક વ્યક્તિને લોન લેવી મોઘી પડી છે. સવા કરોડથી વધુ રૂપિયાની લોનમાં  સર્વિસના નામે  પૈસા પડાવી લઈ લોન આપી ન હોવાની ઘટના સામે આવી છે.

મળતી વિગતો અનુસાર ખેડા શહેરના ગુંદી ફળીયામાં રહેતા તરૂણભાઇ પટેલ ગત તા.૧૩-૦૯-૨૦૨૦ના રોજ મોબાઇલ પર સર્ચ કરતા હતા. તે સમયે તેમને નમો નમઃ ફીનસર્વ પ્રાઇવેટ લિમીટેડનુ સરનામુ મળ્યુ હતુ. તેના પર સંપર્ક કરતા મન્સુરી નામના વ્યક્તિએ જણાવેલ કે તમારે લોન લેવી હોય તો ઓછા ટકાના વ્યાજે જમીન ઉપર લોન આપીશુ, જેથી તરૂણભાઇ બેંકમાં લોન ભરપાઇ કરવા જતા હતા તે સમયે જીગર જોષી નામનો વ્યક્તિ મળ્યા હતા અને કંપની વિશે પૂછતા તેણે જણાવેલ કે આ કંપની બધાને લોન આપે છે.

આ બાદ તેઓ વડોદરા શહેરમાં ગેંડા સર્કલ પાસે આવેલ ઓફિસમાં ગયા હતા અને ત્યા તેમને  મન્સુરી અને રીયા ચૌધરી ઉર્ફે ખુશ્બુ મળ્યા હતા.જ્યા તેઓએ લોન બાબતે વાત કરતા જમીનના કાગળો લઇ આવવા જણાવ્યુ હતુ.જેથી ફરીવાર લોનના કાગળો લઇ જતા કાગળો બરાબર છે તમારે લોનની પ્રોસેસ ફી ભરવી પડશે તેમ જણાવ્યુ હતુ. જેથી તેઓએ ગત તા.૨૦-૧૦-૨૦૨૦ ના રોજ રૂા.૫૦,૦૦૦ રોકડા ભર્યા હતા. આ બાદ મન્સુરી નામના વ્યક્તિનો ફોન આવેલ અને જણાવેલ કે તમારી રૂા.૧,૪૦,૦૦,૦૦૦ લોન મંજૂર થઇ ગઇ છે. તમારે લોન મંજૂર થયાના આશરે રૂા.૪,૬૫,૦૦૦ ભરવાના રહેશે.જેથી તેઓએ તે પૈસાનો ચેક વડોદરા ઓફિસે જઇને આપ્યો હતો જે તેમને ખાતામાંથી જમા કરી પૈસા લઇ લીધા હતા.

 

(6:22 pm IST)