Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

તિલકવાડાના મારૂડીયા ગામના કોતરમાં જુગાર રમતા ૧૨ જુગારીયોને રૂ.2.52 લાખના મુદામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મારૂડીયા ગામના કોતરમાં જુગાર રમતા ૧૨ જુગારીયોને લાખોના મુદામાલ સાથે એલસીબી ટીમે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.
 મળતી માહિતી મુજબ ધર્મેન્દ્ર શર્માઇયા.પોલીસ અધિક્ષક, એ જીલ્લામાં ચાલતી પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને બંધ કરવાની કડક સુચના આપતા એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ને બાતમી મળેલ કે તિલકવાડાના મારૂડીયા ગામની સીમમાં કેટલાંક લોકો  જુગાર રમેં છે ત્યાં એલસીબી ટીમે રેઇડ કરતા કુલ -૧૨ જુગારિયામાં ( ૧ ) દીવાન બિસ્મિલ્લાહ શાહ બચશાહ( રહે . સાઠોદ નવી નગરી તા.ડભોઇ) ( ૨ ) મન્સુરી ઇમરાનભાઇ સલીમ ભાઇ (રહે.સંખેડા કસબાવાડ તા.સંખેડા) ( ૩ ) મહેશભાઇ ગોવિંદભાઇ રબારી( રહે.સંખેડા,તા . સંખેડા)  ( ૪ ) નરેન્દ્ર  કુમાર શંકરલાલ દરજી (રહે , બહાદુરપુર જુના બજાર તા.સંખેડા) ( ૫ ) હાર્દિક રમેશચંદ્ર મોચી (રહે.ડભોઇ અક્ષય ઉપવન સોસાયટી તા.ડભોઇ )( ૬ ) આશિષ સુનિલભાઇ શાહ (રહે.ડભોઇ ચોક્સીવાડા તા.ડભોઇ ) ( ૭ ) કૃણાલ કુમાર કિરીટભાઇ પટેલ (રહે.તિલકવાડા કાછીયાવડા તા . તિક્લવાડા) ( ૮ ) તુષાર નરસીંહભાઇ વસાવા (રહે.ડભોઇ સરીતા સોસાયટી તા.ડભોઇ) ( ૯ ) ભીખાભાઇ વીરમ ભાઇ પરમાર (રહે . કારેલી મોટુ ફળિયુ તા.તિલકવાડા) ( ૧૦ ) રક્ષિતકુમાર વીપીનભાઇ પટેલ (રહે, ગુંદીચા તા . સંખેડા) ( ૧૧ ) સંજય ખોડાભાઈ રાવલ (રહે , જલોદરા તા . તિલકવાડા ) ( ૧૨ ) મિતેશકુમર જેતીભાઈ માછી (રહે , તિલકવાડા માછીવાડ તા . તિલકવાડા) ને ઝડપી પાડી પકડાયેલ ઈસમો પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ .૭૧,૦૦૦  તથા મોબાઇલ નંગ -૧૨ કિ.રૂ. ૫૧,૦૦૦ તથા મોટર સાયકલ -૫ કિ.રૂ. ૧,૩૦,૦૦૦ ના મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨,૫૨,૦૨૦-ના મુદ્દામાલ સાથ પકડી તેમના વિરૂધ્ધ તિલકવાડા પો.સ્ટે.માં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:08 pm IST)