Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ડેડીયાપાડા વિસ્તારના પાસાના કામે નાસતા ફરતા શખ્સને સુરત ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી.,નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના જર ગામના શખ્સના પાસાના હુકમ બાદ તે નાસતો ફરતો હોય એલસીબી ટીમે તેને પકડી પાડી પાલનપુર જેલમાં ધકેલી આપ્યો છે.
મળતી માહિતી અનુસાર ધર્મેન્દ્ર શર્મા,ઇચા.પોલીસ અધિક્ષક,નર્મદાની સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ સખત અટકાયતી પગલા લેવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને પો.સ.ઇ. ડેડીયાપાડાનાની પાસા દરખાસ્ત આધારે જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાનાઓ દ્વારા સામાવાળા સંદિપ જેઠાભાઇ વસાવા (રહે.જરગામ તા.ડેડીયાપાડા જી.નર્મદા)ના ગુનાઓને ધ્યાનમાં રાખી પાસામાં અટકાયત કરી પાલનપુર જેલ ખાતે રાખવા હુકમ કરતા સામાવાળો સંદિપભાઇ જેઠાભાઇ વસાવાનાનો પોતાની અટકાયત ટાળવા સારૂ એક યા બીજા સ્થળે સ્થળાંતર કરી છેલ્લા પાંચ માસથી પોલીસ થી લપાતો છુપાતો હોય દરમ્યાન એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓએ ટેક્નીકલ સર્વેલન્સ તેમજ બાતમી આધારે તેને સુરત ખાતે હોવાની માહીતી મળતા એલસીબી ટીમને સુરત ખાતે મોકલી સંદિપ જેઠાભાઇ વસાવાને ઝડપી પાલનપુર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

(10:00 pm IST)