Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ATM લગાવવાની લાલચ યુવકને ૩.૫૯ લાખમાં પડી

આવા ઠગથી સાવધાન! : શાહીબાગમાં રહેતા હરે કૃષ્ણ પંચાલે ફરિયાદ નોંધાવી

આવા ઠગથી સાવધાન!  : શાહીબાગમાં રહેતા હરે કૃષ્ણ પંચાલે ફરિયાદ નોંધાવીઅમદાવાદ, તા. ૫ : કોરોના વાયરસના લીધે થયેલા લોકડાઉનમાં અનેક લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે કેટલાક લોકો ગુનાખોરીના રસ્તે વળ્યા છે. ત્યારે લોકો સાથે છેતરપિંડી કરવાની અલગ અલગ રીતો પણ અપનાવીને લોકોને ચુનો લગાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જ્યાં એક યુવકને ATM લગાવવાની લાલચ ભારે પડી હતી. અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં ATM ઈન્સ્ટોલ કરવાનું કહીને યુવક પાસેથી અગત્યના દસ્તાવેજો ઉપરાંત રૂપિયા ૩ લાખ ૫૯ હજાર પડાવી લેતા પોલીસ ફરિયાદ  દાખલ થઈ છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા હરે કૃષ્ણ પંચાલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના ઘરની બાજુની જગ્યામાં ATM ઈન્સ્ટોલ કરવા માટે તેમણે ઓલ એટીએમ ઈન્સ્ટોલેશન પ્રાઈવેટ લિમિટેડ સંપર્ક કર્યો હતો.

               જેના સીઈઓ તરીકે ઓળખ આપનાર વિકાસકુમાર અને રવિકુમારે અલગ અલગ મોબાઈલ નંબર પર સંપર્ક કરતા. તેમણે ફોન કરીને જગ્યાનું લોકેશન, ફોટો અને જરૂરી દસ્તાવેજો મંગાવ્યા હતા. જેથી ફરિયાદીએ તેની માતાનું આધારકાર્ડ સહિતના દસ્તાવેજો અને જગ્યાના ફોટો આરોપીએ આપેલ મેઈલ પર મોકલી આપ્યા હતા. ત્યારબાદ ફરિયાદીની એપ્લિકેશન મંજૂર થઈ ગઈ હોવાનું કહીને ૮૬૦૦ રૂપિયા રજીસ્ટ્રેશન ફી પેટા લીધા હતા. ત્યાર બાદ લેન્ડ બેંક ડિકલેરેશન એગ્રીમેન્ટ અને સિક્યુરિટી ડિપોઝિટ એમ અલગ અલગ રીતે કુલ રૂપિયા ૩ લાખ ૫૮ હજાર રૂપિયા પડાવી લીધા હતા. જો કે, ત્યારબાદ પણ બીજા રૂપિયાની માંગણી માટે ફોન અને એસ.એમ.એસ. આવતા હતા.

જો કે ફરિયાદીને વિશ્વાસ ન હતા જાણે બીજા રૂપિયા આપ્યા હતા અને આ પ્રકારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

(7:50 pm IST)