Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

નર્મદા LCB ટીમનો સપાટો: અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપી સહીત ઈંગ્લીશ દારુના બુટલેગરોને દબોચ્યા

ટાઉન પોલીસે પણ દારુ ભરેલી કારનો પીછો કરી ઈંગ્લીશ દારુના જથ્થા સહીત એસેન્ટ કાર ઝડપી પાડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા પોલીસ વડાની સુચના મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પ્રોહીબીશનના કેસો અને નાસતા ફરતા ગુનેગારોને ઝડપી પાડવા માટે કમર કસી હતી.જેમાં ઉપરા-છાપરી ત્રણ ગુનાઓને ડીટેક્ટ કરવામા સફળતા મેળવી હતી.
  નર્મદાના નાંદોદ તાલુકાના નિકોલી ગામનો જયેશ પ્રહલાદ વસાવા ( રહે.નિકોલી ) અપહરણના ગુનામા છેલ્લાં 4 વર્ષથી પોલીસ ચોપડે ફરાર નોંધાયેલો હતો જેને પકડી પાડવામાં નર્મદા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ના પો.ઈ. એ.એમ.પટેલ,તથા સ્ટાફ ના માણસો ને સફળતા મળી હતી.
 બીજા એક પ્રોહીબીશનના ગુનામા LCB સ્ટાફના માણસો દારુની હેરાફેરીની વોચમા ગોઠવાયા હતાં તે દરમિયાન મોટરસાઈકલ નં GJ 05 2526 ઉપર જતા અમીત દીલીપભાઈ વસાવા ( રહે.ચિકદા તા.ડેડીયાપાડા) ને ગેરકાયદેસર દારુ તેમજ બિયરના જથ્થા, મો.સાઈકલ સહીત 28,200 નો મુદ્દામાલ કબ્જે કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન મા ગુનો નોંધાવ્યો હતો.
 ત્રીજા ગુનામા નાંદોદ તાલુકાના ખામર ગામે બાતમી ને આધારે રેઈડ કરતાં નિર્મળાબેન પ્રવિણભાઈ વસાવાના ઘરના રસોડા અને તિજોરીમા સંતાડેલો ગેરકાયદેસર ઈંગ્લીશ દારુ જેની કીંમત રુ.34,680/- પકડી પાડવામાં આવેલ પરંતું નિર્મળા બુટલેગર ફરાર થઈ હતી,આ દારુ નો જથ્થો જીતનગર બાર ફળીયાના સોમા રામાભાઈ વસાવા નાઓ વેચાણ કરવાના ઈરાદે આપી ગયા હોવાનુ પોલીસ તપાસ મા ખુલતાં તેઓ સામે આમલેથા પોલીસ સ્ટેશન મા ગુનો દાખલ કરવામા આવ્યો હતો.
ચોથો ગુનો રાજપીપળા પોલીસ સ્ટેશન ની હદ વિસ્તાર માથી ડીટેકટ થયો હતો, બિતાડા-મૌજી ગામ પાસે વોચ મા ગોઠવાયેલા રાજપીપળા પો.સ્ટેશન ના પી.એસ.આઈ એમ.બી વસાવા તથા પોલીસ ટીમે સામે થી આવી રહેલી લાલ કલર ની ઈંડીગો કાર નં.GJ 16 AJ 2272 ને રોકવા પ્રયાસ કરવા છતાં કાર હંકારી મૂકતા તેનો પીછો કરતાં ચાલક કાર ને રોડ સાઈડ ઉપર ઉતારી બિનવારસી મુકી ને ડુંગર બાજુ નાસી છુટ્યો હતો, કાર ચેક કરતાં કાર મા ઈંગ્લીશ દારુ હોવાનુ જણાયુ હતુ જેથી દારુ સહીત કાર ને મુદ્દામાલ તરીકે કબ્જે કરી ગુનો નોંધી ગુનેગારો ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
આમ નર્મદા જીલ્લા LCB તથા ટાઉન પોલીસે નોંધપાત્ર કામગીરી કરી ઈંગ્લીશ દારુ ની સિન્ડીકેટ ને તોડી પાડવા માટે કમર કસતા બુટલેગરો મા ફફડાટ જોવા મળ્યો છે.

(5:42 pm IST)