Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો ને ધમરોળતા મેઘરાજા કલ્યાણપુર ૨૬ કલાક માં અનરાધાર ૬ ઇંચ : માળિયા ૫ ઇંચ .. તાલાળા ૩ ઇંચ: મહારાષ્ટ્ર ના હથનુર ડેમ માં થી હજુ પણ પાણી છોડતાં ઉકાઈ ડેમ ની સતત વધતી જળસપાટી

(જીતેન્દ્ર રૂપારેલીયા-વાપી): જુલાઈ માસ ના પ્રારંભ થી જ મેઘરાજા રાજ્ય ભાર માં હેત વરસાવી રહ્યા છે જેને પગલે રાજ્ય માં ઝરમર થી ૫ ઇંચ સુધી નો વરસાદ નોંધાય રહ્યો છે હવામાન ખાતા ની આગાહી અનુસાર હજુ પણ રાજ્ય ના કેટલાક વિસ્તારો માં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા ને પગલે વહીવટી તંત્ર સતત અલર્ટ છે

ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં રાજ્ય ના વિવિધ વિસ્તારો માં નોંધાયેલ વરસાદ ના  મુખ્યત્વે આંકડા ને જોઈએ તો...

 સૌ પ્રથમ સૌરાષ્ટ્ર પંથક માં રાજકોટ જીલ્લા ના તાલુકાઓ માં ધોરાજી ૧૦ મીમી, જામકંડોરણા ૬૮ મીમી,જેતપુર ૩૯ મીમી , કોટડાસાંગાણી ૧૯ મીમી, પડધરી ૧૬ મીમી, રાજકોટ ૧૪ મીમી તો જામનગર જીલ્લા ના તાલુકાઓ માં ધ્રોલ ૪૯ મીમી,જામજોધપુર ૪૦ મીમી,જામનગર ૨૨ મીમી, જોડિયા ૨૭ મીમી,કાલાવડ ૪૦ મીમી, અને લાલપુર ૫૨ મીમી વરસાદ નોંધાયેલ છે

      આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જીલ્લા ના તાલુકાઓ માં ભાણવડ ૩૧ મીમી , દ્વારકા ૫૨ મીમી,અને કલ્યાણપુર ૧૦૫ મીમી તો પોરબંદર પંથક ના કુતિયાણા ૧૭ મીમી વરસાદ નોંધાયેલ છે

      તેમજ જુનાગઢ જીલ્લા ના તાલુકાઓ માં ભેસાણ ૧૯ મીમી, જુનાગઢ અને જુનાગઢ સીટી ૧૭-૧૭ મીમી, કેશોદ  ૩૨ મીમી,માળિયા ૧૨૧ મીમી,માણાવદર ૧૧૨ મીમી,માંગરોળ ૪૯ મીમી, મેંદરડા ૪૫ મીમી,વંથલી ૨૭ મીમી, અને વિસાવદર ૧૫ મીમી વરસાદ નોંધાયેલ છે

    

 જયારે ગીર સોમનાથ જીલ્લા ના તાલુકાઓ માં ગીર-ગઢડા ૧૨ મીમી, કોડીનાર ૬૬ મીમી,સુત્રાપાડા ૪૦ મીમી,તાલાળા ૭૧ મીમી, ઉના ૧૨ મીમી,અને વેરાવળ ૬૩ મીમી તો અમરેલી જીલ્લા ના તાલુકાઓ માં જાફરાબાદ ૪૦ મીમી,ખાંભા અને બગસરા ૧૨-૧૨ મીમી તથા ધારી ૨૩ મીમી વરસાદ નોંધાયેલ છે

હવે જો આપણે પૂર્વ, મધ્ય, ઉત્તર અને દક્ષીણ ગુજરાત પંથક માં જોઈએ તો   વલસાડ ૬૪ મીમી,ઉમરગામ ૫૯ મીમી,જલાલપોર ૫૩ મીમી,વાપી ૪૦ મીમી,નવસારી ૩૧ મીમી,ચોર્યાસી ૩૦ મીમી,ચીખલી ૨૭ મીમી,ખેરગામ ૨૪ મીમી,પલસાણા ૨૩ મીમી,સોનગઢ ૨૨ મીમી વરસાદ નોંધાયેલ છે

   આ ઉપરાંત  સુરત સીટી ૨૧ મીમી,પારડી ૨૧ મીમી,ગણદેવી ૨૦ મીમી,નાંદોદ ૧૯ મીમી,ઉમરપાડા અને કપરાડા ૧૬-૧૬ મીમી,કામરેજ ૧૧ મીમી અને નસવાડી ૧૦ મીમી વરસાદ નોંધાયેલ છે

        આ ઉપરાંત રાજ્ય ના રાજ્ય ના ૩૫ તાલુકાઓ માં ૧ થી ૯ મીમી  સુધી નો હળવો વરસાદ નોંધાયેલ છે..

 

આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી સત્તત વધી ને ૩૧૯.૦૪ ફૂટે પોહોચી છે ડેમ માં ૨૨,૩૨૯  કયુસેક પાણી ના ઇન્ફ્લો સામે ૬૫૦ કયુસેક પાણી છોડાય રહ્યું છે તેમજ  કોઝવે ની જળસપાટી સવારે ૮ કલાકે ૪.૭૫ મીટરે  પોહોંચી છે આ લખાઈ રહ્યું છે ત્યારે એટેલે કે સવારે ૧૦ ૦૦  કલાકે મેઘરાજા હજુ પણ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, અમરેલી, જુનાગઢ ,ગીર-સોમનાથ પંથક માં અવિરત હેત વરસાવી રહ્યા છે.

(1:07 pm IST)