Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સુરતમાં કોરોનાનો કહેર :વરાછામાં 11 સોસાયટીઓ ક્લસ્ટર જાહેર:17000 જેટલા લોકો હોમ ક્વોરેન્ટાઈન

વરાછામાં વધતા જતા કેસને લઇને લેવાયો નિર્ણંય

સુરત :  સુરત મહાનગરપાલિકામાં કોરોનાના નવા 201 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 52 નવા કેસ નોંધાયા છે.. ત્યારે સુરતમાં કોરોનાના વધતા કેસને લઇને 11 સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરાઈ છે.

સુરતના વરાછામાં ઝોનની 11 સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરી છે. જેમાં 3826 ઘરોમાં 17000 જેટલા લોકો હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. સુરતના વરાછામાં વધતા જતા કેસને લઇને આ નિર્ણય લેવામાં આવ્યા છે. જ્યાં સુધી બીજો આદેશ નહીં આવે ત્યાં સુધી 11 સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરાઇ છે.

સુરતમાં આજે કોરોનાના 201 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજરોજ 4 કોરોના દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. સુરતના કતારગામમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સામે આવી છે.

(12:06 am IST)
  • યુવાનોને મેડ ઇન ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન્સ તૈયાર કરવા વડાપ્રધાન મોદીની હાકલ: પીએમએ ભારતભરના આઈટી પ્રોફેશનલ યુવાનો અને સ્ટાર્ટ-અપ કોમ્યુનિટીને વિશ્વ સ્તરના મેડ ઇન ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન્સ તૈયાર કરવાની હાકલ કરતાં આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જની ઘોષણા કરી : આત્મનિર્ભર એપ ઇકોસિસ્ટમ તૈયાર કરવા પર ભાર મૂકતા વડા પ્રધાન access_time 1:10 am IST

  • પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો : ભારે ઉચાઇએ મોજા ઉઠળી રહ્યા છે access_time 3:37 pm IST

  • ૧૯૮૪ની સાલના શીખ રમખાણ કેસના આરોપી મહેન્દ્ર યાદવનું કોરોનાથી મૃત્યુ : મહેન્દ્ર યાદવ ૧૦ વર્ષથી જેલમાં સજા કાપતો હતો access_time 4:57 pm IST