Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

કપડવંજમાં વ્યાજના પૈસાની લેતીદેતીમાં છરીના ઘા ઝીકી માતા-પુત્રની કરપીણ હત્યા :પુત્રવધૂને છરી ઝીકાતા ગંભીર

આરોપી વીરેન્દ્ર ગોહેલ ઝડપાયો ;મૃતક શ્યામ સમાનતા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા

 

 ખેડા : કપડવંજમાં વ્યાજના પૈસાની બાબતે છરીના ઘા ઝીકી માતા પુત્રની હત્યા થયાનો મામલો નોંધાયો છે રેલવે સ્ટેશન વિસ્તારના ગોકળદાસની ચાલીમાં રહેતા સમાનતાની પરિવારના 2 સભ્યોની પૈસાની લેતીમાં છરીના ઘા મારી કરપીણ હત્યા કરી હતી

  મળતી વિગત મુજબ શ્યામ સમાનતા જે ખાતર બિયારણ અને ફર્ટિલાઇઝરનો ધંધો કરતા હતા. રૂપિયાની લેતી દેતીમાં તેની હત્યા કરાઈ હોવાનું કપડવંજ પોલીસ ચોપડે નોંધાયું છે. કપડવંજ પોલીસે શ્યામ સામાનતા અને તેની માતા ચંદ્રા સામાનતાની હત્યા કરનાર આરોપી વીરેન્દ્ર ગોહેલને ગણતરીના કલાકોમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

  આરોપી વીરેન્દ્ર ગોહેલે સવા સાત લાખ રૂપિયા વ્યાજે શ્યામ સામાનતાની પાસે લીધા હતા. જે રકમ વ્યાજ સાથે 18 લાખ સુધી પહોંચી હતી. શ્યામ સામાનતાની 16 લાખ રૂપિયા આરોપી વીરેન્દ્ર ગોહેલ પાસે માંગતો હતો, જેના કારણે આરોપી વીરેન્દ્ર ગોહેલ શ્યામ સામાનતાનીના ઘરે ગયો અને છરીના ઘા માર્યા સમયે શ્યામના માતા ચંદ્રા સામાનતાની વચ્ચે પડ્યા તો તેમને પણ આરોપીએ છરીના ઘા માર્યા જેને પગલે માતા પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું.

  મૃતક શ્યામ સામાનતાનીના ભાઈ ઘનશ્યામ સામાનતાએ જણાવ્યું કે, વીરેન્દ્ર ગોહેલે આવીને મર્ડર કર્યું છે, મારા મમ્મી અને મારા ભાઈનું પૈસાની બાબતમાં મર્ડર થયું છે. આરોપી વીરેન્દ્ર ગોહેલે માતા પુત્ર નહી પરંતુ મૃતકના પત્ની અનિતા સમાનતાનીને પણ છરી ના ઘા માર્યા, જેના કારણે તે ગંભીર ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

(12:24 am IST)