Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાં પાણી ટપકતા પતરાથી ઢાંકી દેવાયું :હવે વરસાદી પાણી નહિ ટપકે !

 

નર્મદા : પ્રથમ વરસાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પાણી ટપકતા વિવાદ સર્જાયો હતો. જેને લઈને લોકોએ ઘણા સવાલો કર્યા હતા. વિવાદ વધતા ખુદ સીએમ રૂપાણીએ નિવેદન આપવું પડ્યું હતુ,

  સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુઇંગ ગેલેરીની છત નીચી હોવાથી વરસાદી પાણી અંદર આવતું હતું. જેથી પાણી અંદર આવવાની સમસ્યાનું નિરાકરણ કરવા પગલાં લેવાયા છે

  . પ્રતિમાંની સુંદરતા બગડે તેનો પણ ખ્યાલ રખાયો છે. હવે પ્રવાસીઓ આરામથી વ્યુઇંગ ગેલેરીની મઝા માણી શકશે. કાયમી નિરાકરણ માટે છતની ઉપરના ભાગે વ્યુઇંગ ગેલેરીને પતરાથી ઢાંકી દેવાયું છે.

(10:38 pm IST)