Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

વડોદરાના તાંદલજા વિસ્તારમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી રોકડ સહીત દાગીનાની તફડંચી કરી

વડોદરાતાંદલીયા વિસ્તારના એક બંધ મકાનમાં થાકેલા તસ્કરો દાગીના અને રોકડની ઉઠાંતરી કરી હતી.તાંદલજાના હમઝા પાર્કમાં રહેતા જીયાઉલહક સૈયદ ગઈ તા. 30મી એ ભરૂચ ખાતે સંબંધીને ત્યાં રોકાયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનનનો લોક તોડી તસ્કરોએ તિજોરી અને અન્ય સામાન વેરવિખેર કરી દીધો હતો.તસ્કરો રૂપિયા 15 હજાર રોકડા તેમજ દાગીના મળી રૂપિયા એક લાખ ઉપરાંતની મત્તા ઉઠાવી ગયા હતા. બનાવની જાણ થતાં જીયા ઉલ હકે જેપી રોડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ પગેરૂં શોધવા કવાયત હાથ ધરી છે.

(5:59 pm IST)