Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

દક્ષિણ ગુજરાતમાં અનરાધારઃ ઉંમરગામમાં ૭ કલાકમાં ૭ ઇંચ વરસાદ ખાબકયોઃ પાણી-પાણી

ગણદેવી, ચીખલીમાં ૪ ઇંચઃ સુરત, નવસારી, તાપી, ડાંગ જીલ્લામાં ભારે વરસાદ

 વાપી, તા., પઃ અષાઢના પ્રારંભે જ મેઘરાજાએ બીજી વખત દક્ષિણ ગુજરાત ઉપર અપાર હેત વરસાવ્યું છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહયો છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ જીલ્લાના ૮૧ તાલુકામાં ઝરમરથી ૧૬૮ મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.

સુરત જીલ્લાના ઉંમરગામમાં સવારે ૭ કલાકથી બપોરના ર કલાક સુધી ૭ કલાકમાં  ૭ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. રાજમાર્ગો ઉપર પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. જનજીવનને અસર પહોંચી છે.

નવસારીના ગણદેવી, ચીખલીમાં છેલ્લા ૭ કલાકમાં ૪ ઇંચ વરસાદ  પડયો છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જળાશયોમાંં નવા નીર આવ્યા છે.

(4:12 pm IST)