Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જીપીએસસી કલાસ-૧ અને ૨ પરીક્ષાનું પરિણામ જાહેર

જાહેરાત પ્રસિદ્ધ થયાના રેકોર્ડ ૩૫૫ દિવસમાં પરિણામ પ્રસિદ્ધ થયુ : એક વર્ષમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ

અમદાવાદ, તા. ૫ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ કલેકટરની કુલ ૫૦, નાયબ પોલીસ અધિક્ષકની (ડી.વાય.એસ.પી.) કુલ ૦૩, સહાયક રાજય વેરા કમિશ્નરની કુલ ૧૫, નાયબ નિયામક (વિકસતી જાતિ) ની કુલ ૦૧, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કુલ ૦૫ : એમ સંયુકત રીતે વર્ગ-૧ની કુલ ૭૫ જગ્યાઓ તથા સેકશન અધિકારી (સચિવાલય) ની કુલ ૧૦; સેકશન અધિકારી (જી.પી.એસ.સી.) ની કુલ ૦૧; મામલતદારની કુલ ૩૪;  રાજય વેરા અધિકારીની કુલ ૪૦; તાલુકા વિકાસ અધિકારીની કુલ ૩૨; સરકારી શ્રમ અધિકારીની કુલ ૨૮; આદિજાતિ વિકાસ અધિકારીની કુલ ૧૭; જિલ્લા નિરિક્ષક, જમીન દફ્તર ની કુલ ૧૩; અન્ન અને નાગરિક પૂરવઠાના મદદનીશ નિયામકની કુલ ૧૦; સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કુલ ૦૧; અધીક્ષક નશાબંધી અને આબકારીની કુલ ૦૨; નગરપાલિકાના ચીફ ઓફિસરની કુલ ૩૧ એમ સંયુકત રીતે વર્ગ-૨ની કુલ ૨૧૯ જગ્યાઓ એમ સંકલિત કુલ ૨૯૪ જગ્યાઓ માટે તા. ૧૫/૦૭/૨૦૧૮ ના રોજ જાહેરાત ક્રમાંક ૪૦/૨૦૧૮-૧૯ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. જે માટે રાજયભરમાંથી ૨,૯૯,૬૩૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

ઉકત ઉમેદવારોની પ્રાથમિક કસોટી તા. ૨૧/૧૦/૨૦૧૮ ના રોજ રાજયના ૩૨ જિલ્લામાં યોજવામાં આવેલ હતી. કુલ ૧,૯૪,૭૩૮ લાખ ઉમેદવારો પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત રહ્યા હતા જેનું પરિણામ તા.૧૦/૧૨/૨૦૧૮ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. જે મુજબ ભરવાની થતી કુલ જગ્યાના આશરે ૧૫ ગણા અને સમાન ગુણને અનુસાર કુલ ૫૦૦૯ ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે પાત્ર જાહેર કરવામાં આવેલ હતા.

ઉકત ઉમેદવારોની મુખ્ય લેખિત પરીક્ષા તા.૧૭/૦૨/૨૦૧૯, તા.૨૪/૦૨/૨૦૧૯ અને તા.૦૩/૦૩/૨૦૧૯ ના રોજ ગાંધીનગર મુકામે આયોજિત કરવામાં આવેલ હતી. જેમાં કુલ ઉમેદવારો ૪,૭૯૫ ઉપસ્થિત રહેલ હતા. જેનું પરિણામ તા.૨૭/૦૫/૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. લેખિત પરીક્ષાના ગુણના આધારે કુલ ૯૧૨ ઉમેદવારો ઇન્ટરવ્યૂને પાત્રથયા છે.

આ ઉમેદવારોની ઇન્ટરવ્યૂ/રૂબરૂ મુલાકાતનું, કુલ ૦૪ ઈન્ટરવ્યુ બોર્ડમાં દરરોજ કુલ ૬૮ ઉમેદવારો લેખે તા. ૧૦/૦૬/૨૦૧૯ થી તા. ૨૮/૦૬/૨૦૧૯ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું.

(3:46 pm IST)