Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

નર્મદા કેનાલમાં રોજબરોજ ભંગાણ:વાવની ચોથા નેસડા માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું ;ખેતરોમાં પાણી ઘુસ્યા

બનાસકાંઠાની મોટાભાગની કેનાલોમાં મસમોટો ભ્રષ્ટાચારની બૂમ

બનાસકાંઠા જીલ્લામાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સીલસીલો અવિરત ચાલુ છે  ગુરૂવારે મોડી રાત્રે નર્મદાની પાણી છોડાતા ટડાવ થી ચોટીલ જવાના માર્ગ પરની માઇનોર કેનાલમાં ર૦ ફુટનું ગાબડુ પડયુ છે. ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાયું હતુ. અચાનક માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો પાણીથી છલોછલ જોવા મળ્યાં હતા.

વાવની ચોથા નેસડા માઇનોર કેનાલમાં ગુરૂવારે મોડી રાત્રે પાણી છોડાતા ર૦ ફુટ જેટલું મસમોટુ ગાબડુ પડયુ હતુ. જેને લઇ ખેતરમાં નર્મદાના નીર ફરી વળતા ખેડુતોને નુકશાન થયુ છે. સ્થાનિકો જણાવી રહયા છે કે, બનાસકાંઠાની મોટાભાગની કેનાલોમાં મસમોટો ભ્રષ્ટાચાર થયેલો છે. જેનાથી વારંવાર કેનાલોમાં ગાબડા પડે છે.

(1:32 pm IST)