Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પંચમહાલ જિલ્લામાં મોડીરાતથી દે ધનાધન : ગોધરા, મોરવા હડફ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ :નદી-તળાવોમાં નવા નીર

વાવણી લાયક વરસાદ વરસતા ખેડુતોમાં ખુશનો માહોલ છવાયો

પંચમહાલ જિલ્લામા મોડી રાત્રેથી વરસાદ વરસવાની શરૂઆત થઇ ગઇ હતી. શહેરા, ગોધરા, મોરવા હડફ સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે નદી-તળાવોમાં નવા નીરની આવક થઇ છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડુતોમાં ખુશનો માહોલ છવાયો છે

(10:41 am IST)