Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન સરસપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ અમીછાંટણા કર્યા

રથયાત્રાના રૂટમાં કેટલીક જગ્યાએ અમીછાંટણા થતા ભક્તોમાં આનંદની લાગણી

અમદાવાદ ;આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ અમદાવાદમાં નગર ચર્ચાએ નીકળ્યા હતા  ભગવાનના રથને વધાવવા મેઘરાજાએ પણ અમીછાંટણાં કર્યા છે. સરસપુરમાં મેઘરાજાએ અમીછાંટણાં કરતા ભક્તોમાં આનંદ છવાયો હતો સરસપુર સહીત અમદાવાદના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડવાનો શરૂ થયો હતો

  અમદાવાદના રથયાત્રાના રૂટમાં કેટલીક જગ્યાએ અમીછાંટણા થયા હતા.પશ્વિમ અમદાવાદના એસજી હાઇવે, વેજલપુર, સોલા સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો.સાથે મધ્ય ગુજરાતમાં પંચમહાલના હાલોલમાં ચાર કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. જાંબુઘોડામાં સવા બે ઇંચ વરસાદ, ગોધરામાં સવા ઇંચ વરસાદ, ઘોઘબમાં પોણા બે ઇંચ વરસાદ, પંચમહાલ શહેરમાં 13 મીમી વરસાદ, કાલોલમાં 11મીમી વરસાદ, મોરવામાં 11મીમી વરસાદ પડ્યો છે.
   હાલોલ પથકમાં મેઘરાજાએ વહેલી સવારથી ધમાકેદાર એન્ટ્રી કરતા યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર જવાના પગથિયાં ઉપર પાણી વહેતા થયા હતા. હાલોલની કંજરી રોડ ઉપર આવેલી લકુલીશ સોસાયટી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા.

(8:58 pm IST)