Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

અમદાવાદમાં કોંગ્રેસની એક ખાનગી ફાર્મ હાઉસમાં બેઠકમાં જુથવાદનો ફૂફાડો :ભરતસિંહ અને ઠાકોર ગ્રુપ આમને સામને

બેઠકમાં ઠાકોર, કોળી અને ઓબીસી સમાજને અન્યાય થતો હોવાનો સૂર ઉઠ્યો: પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષના લોબિંગ :અમિત ચાવડા અધ્યક્ષ હોવા છતાં OBC સમાજને અન્યાયને લઈ ચર્ચા

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં બેઠક પોલિટિક્સ શરૂ થઇ ગયું છે. જેમાં અમદાવાદમાં કોંગ્રેસની એક ખાનગી ફાર્મ હાઉસમાં બેઠક યોજાઇ. આ બેઠકમાં કોળી અને ઠાકોર સમાજના નેતાઓ ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, વિમલ ચુડાસમા, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, રાજેશ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહયા. ટૂંકમાં ભરતસિંહ સોલંકી જૂથના નેતાઓ અને ધારાસભ્યો રહ્યા હાજર રહ્યા છે.

આ બેઠકમાં ઠાકોર, કોળી અને ઓબીસી સમાજને અન્યાય થતો હોવાનો સૂર ઉઠ્યો હતો ભરત સિંહ સોલંકીના પિતરાઈ ભાઈ પ્રદેશ અધ્યક્ષ હોવા છતાં ખાનગી બેઠક મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષના લોબિંગ માટે પણ બેઠક યોજાઇ હોવાની ચર્ચા ચાલી રહી છે.

ગુજરાત કોંગ્રેસમાં ફરી જૂથવાદ શરૂ થયો છે. આમ નવી નિમણૂંકો પહેલા ભરતસિંહ સોલંકી જૂથ ફરી સક્રિય થયું છે. અમદાવાદના એક ખાનગી ફાર્મમાં ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસની અંદર OBC સમાજને અન્યાય થતો હોવાની થઈ ચર્ચા થઇ. અમિત ચાવડા અધ્યક્ષ હોવા છતાં OBC સમાજને અન્યાયને લઈ ચર્ચા કરાઇ છે  નવા પ્રમુખ તરીકે ભરતસિંહ અથવા જગદીશ ઠાકોરનું સમર્થન કરવાની ચર્ચા થઇ છે

(12:50 am IST)